
એક જાડું રીંગણું પડ્યું યારી રોડ પર
એનો ચમકતો જાંબલી રંગ દેખાયો
ઘરે જતી કામવાળી બાઈને.
આમતેમ જોયું, ઉપાડી લીધું,
રાતે એને ત્યાં બન્યું ઓળાનું શાક,
મફતનો ઓળો એના વરને બઉ ભાવ્યો
એનાં બાળકોને ઓછો.
ત્રણ ટામેટાં પડ્યાં વર્સોવામાં
એક ટામેટું કૂતરો ખાઈ ગયો,
એ કૂતરાને ટામેટું ખાતાં જોઈ વિચલિત માણસે
બીજા ટામેટા પર પગ મૂકી દીધો
કચડાયેલું ટામેટું જોઈ ત્રીજું ટામેટું ગભરાઈને
ફૂટપાથના ખૂણામાં અવાજ કર્યા વગર બેઠું
એ જ રાતે બે ઉંદરોએ એ ત્રીજા ટામેટાનાં
બસ, બે સંતાન રસ્તા ઉપર બાકી રાખ્યાં
એ સંતાનો ક્યારેય મોટાં ના થયાં.
બે લીંબુ પડ્યાં સાત બંગલામાં
એક કડક લીંબુ આવ્યું કોઈ જાડી સ્ત્રીના પગ નીચે,
પગ મરડાયો, કુંભની જાત્રા રદ થઈ
બીજું લીંબુ હતું કોઈ બિલ્ડિંગના ચોકીદારની કૅબિન પાસે
ચોકીદારની દાળ આજે સ્વાદિષ્ટ બની ગઈ,
કાલની દાળ માટે અડધું લીંબુ સાચવી રાખ્યું.
સરગવાની સીંગનું બંડલ પડ્યું ચાર બંગલામાં
મર્સિડિસમાંથી ઊતરતી અભિનેત્રીએ
દરવાજો ખોલતાં એ બંડલ જોયું.
પહેલાં ધ્યાન ન આપ્યું,
ખરીદી કરી પાછી આવી
બંડલ ત્યાં જ હતું,
ઉપાડી લીધું, ડ્રાઇવરે રિઅરવ્યૂ મિરરમાંથી નોંધ્યું.
અભિનેત્રીએ સરગવાની સીંગનો સૂપ બનાવ્યો
એ દિવસ પછી સૂપની આદત પડી
એની બીમારીઓ દૂર થઈ
ડ્રાઇવરને નોકરીમાંથી કાઢ્યો, એ બહુ બીમાર પડતો હતો.
ભાગતાં ભાગતાં…
મનીષ નગરમાં પડ્યાં થોડાં ટીંડોળાં
આઝાદ નગરમાં કિલોભર બટેટાં
ગિલ્બર્ટ હિલ રોડ ઉપર લીમડાની મોટી ડાળી,
સાગર સિટીમાં ઘણા બધા કાંદા
જેનો ઉપયોગ થયો ત્યાંનાં અમુક ઝૂંપડાંની મટન અને ચિકન કરીમાં.
એની લારી સાથે ભાગતો શાકભાજીવાળો પહોંચ્યો
એના વિખરાયલા ઝૂંપડા પાસે
એનું બધું જ બધે વિખરાયેલું
એની ઘરવાળી રસ્તા ઉપર પડેલાં રીંગણાની જેમ
બુલડોઝરની સામે રડતી, આળોટતી
એનાં બાળકો ત્રીજા ટમેટાંની જેમ ગભરાયેલાં
એની પોતાની આંખોમાંથી અડધા લીંબુના ટીપા જેવાં આંસુ
રસ્તા ઉપર સુકાઈ રહ્યા હતા.
એને બચેલી સરગવાની સીંગ ફેંકી બુલડોઝર ઉપર
પોલીસવાળાએ દંડરૂપે એની લારી પલટી
બધાં જ શાકભાજી ત્યાંથી ભાગી છૂટ્યાં.
બધું જ બધે વિખરાયેલું.
ek jaDun ringanun paDyun yari roD par
eno chamakto jambli rang dekhayo
ghare jati kamwali baine
amtem joyun, upaDi lidhun,
rate ene tyan banyun olanun shak,
maphatno olo ena warne bau bhawyo
enan balkone ochho
tran tametan paDyan warsowaman
ek tametun kutro khai gayo,
e kutrane tametun khatan joi wichlit manse
bija tameta par pag muki didho
kachDayelun tametun joi trijun tametun gabhraine
phutpathna khunaman awaj karya wagar bethun
e ja rate be undroe e trija tametanan
bas, be santan rasta upar baki rakhyan
e santano kyarey motan na thayan
be limbu paDyan sat banglaman
ek kaDak limbu awyun koi jaDi strina pag niche,
pag marDayo, kumbhni jatra rad thai
bijun limbu hatun koi bilDingna chokidarni kebin pase
chokidarni dal aaje swadisht bani gai,
kalni dal mate aDadhun limbu sachwi rakhyun
saragwani singanun banDal paDyun chaar banglaman
marsiDismanthi utarti abhinetriye
darwajo kholtan e banDal joyun
pahelan dhyan na apyun,
kharidi kari pachhi aawi
banDal tyan ja hatun,
upaDi lidhun, Draiwre riarawyu mirarmanthi nondhyun
abhinetriye saragwani singno soop banawyo
e diwas pachhi supni aadat paDi
eni bimario door thai
Draiwarne nokrimanthi kaDhyo, e bahu bimar paDto hato
bhagtan bhagtan…
manish nagarman paDyan thoDan tinDolan
ajhad nagarman kilobhar batetan
gilbart hil roD upar limDani moti Dali,
sagar sitiman ghana badha kanda
jeno upyog thayo tyannan amuk jhumpDanni matan ane chikan kariman
eni lari sathe bhagto shakbhajiwalo pahonchyo
ena wikhrayla jhumpDa pase
enun badhun ja badhe wikhrayelun
eni gharwali rasta upar paDelan ringnani jem
bulDojharni same raDti, alotti
enan balko trija tametanni jem gabhrayelan
eni potani ankhomanthi aDdha limbuna tipa jewan aansu
rasta upar sukai rahya hata
ene bacheli saragwani seeng phenki bulDojhar upar
poliswalaye danDrupe eni lari palti
badhan ja shakabhaji tyanthi bhagi chhutyan
badhun ja badhe wikhrayelun
ek jaDun ringanun paDyun yari roD par
eno chamakto jambli rang dekhayo
ghare jati kamwali baine
amtem joyun, upaDi lidhun,
rate ene tyan banyun olanun shak,
maphatno olo ena warne bau bhawyo
enan balkone ochho
tran tametan paDyan warsowaman
ek tametun kutro khai gayo,
e kutrane tametun khatan joi wichlit manse
bija tameta par pag muki didho
kachDayelun tametun joi trijun tametun gabhraine
phutpathna khunaman awaj karya wagar bethun
e ja rate be undroe e trija tametanan
bas, be santan rasta upar baki rakhyan
e santano kyarey motan na thayan
be limbu paDyan sat banglaman
ek kaDak limbu awyun koi jaDi strina pag niche,
pag marDayo, kumbhni jatra rad thai
bijun limbu hatun koi bilDingna chokidarni kebin pase
chokidarni dal aaje swadisht bani gai,
kalni dal mate aDadhun limbu sachwi rakhyun
saragwani singanun banDal paDyun chaar banglaman
marsiDismanthi utarti abhinetriye
darwajo kholtan e banDal joyun
pahelan dhyan na apyun,
kharidi kari pachhi aawi
banDal tyan ja hatun,
upaDi lidhun, Draiwre riarawyu mirarmanthi nondhyun
abhinetriye saragwani singno soop banawyo
e diwas pachhi supni aadat paDi
eni bimario door thai
Draiwarne nokrimanthi kaDhyo, e bahu bimar paDto hato
bhagtan bhagtan…
manish nagarman paDyan thoDan tinDolan
ajhad nagarman kilobhar batetan
gilbart hil roD upar limDani moti Dali,
sagar sitiman ghana badha kanda
jeno upyog thayo tyannan amuk jhumpDanni matan ane chikan kariman
eni lari sathe bhagto shakbhajiwalo pahonchyo
ena wikhrayla jhumpDa pase
enun badhun ja badhe wikhrayelun
eni gharwali rasta upar paDelan ringnani jem
bulDojharni same raDti, alotti
enan balko trija tametanni jem gabhrayelan
eni potani ankhomanthi aDdha limbuna tipa jewan aansu
rasta upar sukai rahya hata
ene bacheli saragwani seeng phenki bulDojhar upar
poliswalaye danDrupe eni lari palti
badhan ja shakabhaji tyanthi bhagi chhutyan
badhun ja badhe wikhrayelun



સ્રોત
- પુસ્તક : પરબ : એપ્રિલ ૨૦૨૫ (પૃષ્ઠ ક્રમાંક 17)
- સંપાદક : કિરીટ દૂધાત
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ