શેતરના મોંટીની મ્હોંકોંણ
shetarna montini mhonkon
શંકર પેઇન્ટર
Shankar Painter
સાંજના વાળુ કરીને
છેક ભળભાંખળા લગ
પોષની આ કડ્કડ્તી ટાઢ્યમાં
ફોંનસ ના ટમ્ટમતા અજવાળે
આશીરાત ફડ્ફડ્તા કાળજે થર્થર્તો
પોંણોત્ માં મંડ્યો’તો
ઉઘાડા પજે ઢેંચણ ઢેંચણ ગારામાં
વાંકા વળી
પાવડા નઅ અનઅ બાવડાનઅ
પળપળ પણ જંપવા દીધા નોં’તા!
તાંણ મારી કેડ્યોના મંકોડાય્
જવાબ આલી જ્યા...
કૂકડો બોલ્યો ન બોલ્યો
માંડ મુએ ઢાંકણાં વાસ્યો
તરત જ
હોમાં શેઢેથી
શેતરના મોંટીની પાસી મ્હોંકણ્ મંડઈ
આ મારા અકડઈ જેલા હાડકાય,
પણ પાહુ ફરવાની મન્તો ના પાડસ્!
ઈને તો હોંમા શેઢથી જ ગાળોની છોળો ઉડાડી
કેસ્ “આ ભેંશોને આંયથી આઠ ગઉ આઘા ગોંમે,
દિયોર્ હાલન્ હાલ મેલી આય્
નકર તારું ચોંમડુ ઉતૈ’ડી નાસે!”
ઓ ઉપરવાળા
ચ્યા જનમના પાપે તું એ અમોને
આ દોઝખમાં નાસ્યા સ્
હવ્ તો આ લગી...ર..ય..જીરવાતું નથ્ય.
સ્રોત
- પુસ્તક : હાચ્ચે હાચ્ચુ, બોલનઅ ફાડ્યા? (પૃષ્ઠ ક્રમાંક 70)
- સર્જક : શંકર પેન્ટર
- પ્રકાશક : ગુજરાતી દલિત સાહિત્ય પ્રતિષ્ઠાન
- વર્ષ : 2010