sawarn bhagwan - Free-verse | RekhtaGujarati

સવર્ણ ભગવાન

sawarn bhagwan

પ્રિયંકા કલ્પિત પ્રિયંકા કલ્પિત
સવર્ણ ભગવાન
પ્રિયંકા કલ્પિત

આખ્ખું ટોળું

મને ફેંકી ગયું

ઉકરડામાં.

મોંએ ડૂચો

ને

હાથ પગ બંધાયેલા.

છાણ ગારામાં પડી છું હું લથપથ.

પૂછો કેમ?

મને અડફેટે લેનારે

પૂંઠ વળી જોયું

મારા હાથમાં ઝાડુ.

ને

ગામ વચ્ચે

મારા માથે ત્રાસની તારી ઊતરી.

મને થયું,

લોક તો ઠીક

સામે મંદિરમાં બેઠેલા ભગવાને

મને કેમ ના બચાવી?

કે એને પણ નડી હશે મારી અછૂતતા?

એટલે તો

દીવાલની તિરાડમાંથી

સહાનુભૂતિનો હાથ લંબાવવાને બદલે

એની પથ્થરની આંખો થઈ ગઈ છે રાતીચોળ

ને તાકી રહી છે મારી સામે!!!