સંકેત
sanket
મંગળ રાઠોડ
Mangal Rathod
જેની ન જ હોય કોઈ સાબિતી,
ન હોય જેનો કોઈ ઉપાય....
દાંત ભીંસીને,
તેને સહન કરતો રહ્યો હું;
આખુંય આયખું,
આ શિયાળુ સાંજે–
મારી દાઢમાં કળે છે હજીય
એવા હજારો અન્યાય....
જેની ન હોય કોઈ સાબિતી,
ન હોય જેનો કોઈ ઉપાય.
jeni na ja hoy koi sabiti,
na hoy jeno koi upay
dant bhinsine,
tene sahn karto rahyo hun;
akhunya ayakhun,
a shiyalu sanje–
mari daDhman kale chhe hajiy
ewa hajaro anyay
jeni na hoy koi sabiti,
na hoy jeno koi upay
jeni na ja hoy koi sabiti,
na hoy jeno koi upay
dant bhinsine,
tene sahn karto rahyo hun;
akhunya ayakhun,
a shiyalu sanje–
mari daDhman kale chhe hajiy
ewa hajaro anyay
jeni na hoy koi sabiti,
na hoy jeno koi upay
સ્રોત
- પુસ્તક : એકલવ્યનો અંગૂઠો
- સંપાદક : નીલેશ કાથડ
- પ્રકાશક : શિલ્પા પ્રકાશન
- વર્ષ : 1987