paththar hetha muko - Free-verse | RekhtaGujarati

પથ્થર હેઠા મૂકો

paththar hetha muko

અનિલ વાઘેલા અનિલ વાઘેલા
પથ્થર હેઠા મૂકો
અનિલ વાઘેલા

સબુર કરો દોસ્તો, પથ્થર હેઠા મૂકો.

લો, અનામતના ટુકડા,

જે આઝાદી પછી મળેલા અમારા બાપને તે,

ખેર, ઊભા રહો હજી કંઈક રહી જાય છે બાકી,

ટુકડા લેતા જાવ.

અમારે હવે અનામત ઢોર નથી ખેંચવાં,

ચામડાંય નથી કમાવવાં,

અને ગંદકી...

નથી ચઢાવવી માથે,

ઝાડુ નથી જોઈતું હવે.

અમારે બધાંનો ખપ નથી,

બધુંય તમને મુબારક...

બસ, ખુશને?

પણ મહેરબાની કરી,

અમને “કોણ છો?”

પૂછવાનું બંધ કરો હવે.

સ્રોત

  • પુસ્તક : દલિત કવિતા સંચય (પૃષ્ઠ ક્રમાંક 129)
  • સંપાદક : ગણપત પરમાર, મનીષી જાની
  • પ્રકાશક : ગુજરાત લોકાયન
  • વર્ષ : 1981