sanket - Free-verse | RekhtaGujarati

જેની હોય કોઈ સાબિતી,

હોય જેનો કોઈ ઉપાય....

દાંત ભીંસીને,

તેને સહન કરતો રહ્યો હું;

આખુંય આયખું,

શિયાળુ સાંજે–

મારી દાઢમાં કળે છે હજીય

એવા હજારો અન્યાય....

જેની હોય કોઈ સાબિતી,

હોય જેનો કોઈ ઉપાય.

સ્રોત

  • પુસ્તક : એકલવ્યનો અંગૂઠો
  • સંપાદક : નીલેશ કાથડ
  • પ્રકાશક : શિલ્પા પ્રકાશન
  • વર્ષ : 1987