રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઅહીં
મારી ઓળખ
તે લોકો પાસે છે
છતાં પણ
અજાણતાં પૂછે છે
કોઈ મને:
તમે કોણ છો?
હું કહું છું,
આ માથું શંબુક છે.
આ હાથ એકલવ્ય છે,
આ હૃદય કબીર છે,
હું સત્યકામ જાબાલી છું.
છતાં પણ
આ પગ હજીય શુદ્ર છે.
પણ,
આજે હું એક માણસ છું
તે શું ઓછું છે!?
અને તમે–?
ahin
mari olakh
te loko pase chhe
chhatan pan
ajantan puchhe chhe
koi maneh
tame kon chho?
hun kahun chhun,
a mathun shambuk chhe
a hath eklawya chhe,
a hriday kabir chhe,
hun satyakam jabali chhun
chhatan pan
a pag hajiy shudr chhe
pan,
aje hun ek manas chhun
te shun ochhun chhe!?
ane tame–?
ahin
mari olakh
te loko pase chhe
chhatan pan
ajantan puchhe chhe
koi maneh
tame kon chho?
hun kahun chhun,
a mathun shambuk chhe
a hath eklawya chhe,
a hriday kabir chhe,
hun satyakam jabali chhun
chhatan pan
a pag hajiy shudr chhe
pan,
aje hun ek manas chhun
te shun ochhun chhe!?
ane tame–?
સ્રોત
- પુસ્તક : દલિત કાવ્ય સૃષ્ટિ (પૃષ્ઠ ક્રમાંક 209)
- સંપાદક : મોહન પરમાર
- પ્રકાશક : પાશ્વ પબ્લિકેશન
- વર્ષ : 2016