hun keshaw ganDa bhangi - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હું કેશવ ગાંડા ભંગી

hun keshaw ganDa bhangi

જયંતિ મકવાણા જયંતિ મકવાણા
હું કેશવ ગાંડા ભંગી
જયંતિ મકવાણા

હું કેશવ ગાંડા ભંગી

મારા અન્નદાતા A.M.C. બ્રાન્ડના વાદળી પોશાકમાં સજ્જ.

આશરમ રોડ તો મારી બાપુકી પેઢીનો ચીલો

અને ફૂટપાથની સોડમાં હોડીની જેમ લાંગરેલી,

કાટિયા કલરની–કેશવ ગાંડા નામવાળી–વ્હીલબરો!

તો પિતાજીની ઈમ્પોર્ટેડ એમ્બેસેડોર!

(એની કીચેઈન મારા ગળામાં તો?)

ઝાડુ અમારું જીવનસાથી–કલ્પવૃક્ષ.

અમારો બ્રેકફાસ્ટ–કીટલીની અડધી.

શહેરની ગટરોને પાતાળલોક વૈતરણી ગણી

લાંચ આપી છે મુકાદમોને.

મેનહોલનું ઢાંકણ ઉધાડતાં ધસી આવતી

સહસ્ર સડ્યાં ભદ્ર શબોની સુ-વાસ.

સવલીની માએ ઉપાડેલા મળનું ડબલું.

ને દૂર નાગો ફરતો મારી પેઢીનો વારસદાર

બસ અમારે માટે “અનામત”?

હોટલની પછીતે અલાયદો મુકાયેલો મારો

બાદશાહી નાકું તૂટેલ કપ!

અને અખબારનાં પાનાંઓ પર

ભંગી કષ્ટમુક્તિની મસ મોટી જાહેરાતો...

મારો ભીરુતાને પડકારે છે...

હું કેશવ ગાંડા ભંગી.

સ્રોત

  • પુસ્તક : દલિત કવિતા સંચય (પૃષ્ઠ ક્રમાંક 148)
  • સંપાદક : ગણપત પરમાર, મનીષી જાની
  • પ્રકાશક : દલિત સાહિત્ય સંઘ
  • વર્ષ : 1981