jyare hun nathi hoti - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જ્યારે હું નથી હોતી

jyare hun nathi hoti

પ્રતિષ્ઠા પંડ્યા પ્રતિષ્ઠા પંડ્યા
જ્યારે હું નથી હોતી
પ્રતિષ્ઠા પંડ્યા

મનના ક્યા અંધારિયા, સૂના ખૂણે

સંતાડી રાખે છે તું મને

જ્યારે હું નથી હોતી?

કયા ચીંદરડાંઓમાં લપેટીને રાખે છે

તું મને

કેટલા ખરબચડા

કેટલા રંગરંગીન

શું એમાંથી આવે છે મારી સુગંધ

જ્યારે હું નથી હોતી?

કેટલી વાર કાઢીને બહાર ચૂપકીથી

રાતના એકાંતમાં

બસ ખેરખબર પૂછવા ખાતર

તું હથેળીમાં લઈ ઝાંખે છે મને

જ્યારે હું નથી હોતી?

કેટલી વાર લઈને ચાંપે છે

હૃદયની લગોલગ મને

પંપાળીને મલકે છે તું

કહે, કઈ રીતે મને પ્રેમ કરે છે તું

જ્યારે હું નથી હોતી?

સ્રોત

  • પુસ્તક : નવનીત સમર્પણ - એપ્રિલ, 2020 (પૃષ્ઠ ક્રમાંક 13)