shun rachashe? - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

શું રચાશે?

shun rachashe?

યશવંત વાઘેલા યશવંત વાઘેલા
શું રચાશે?
યશવંત વાઘેલા

હે વાલ્મીકિ!

એક પારધી દ્વારા

ક્રૌંચ પક્ષીની હત્યાથી

તમારો શોક

શ્લોકત્વ પામ્યો,

અને રચાયું રામાયણ...

પણ,

અમારી

રોજની

ચીસ

અને... ચિચિયારીઓમાંથી

શું રચાશે?

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી દલિત કવિતા (પૃષ્ઠ ક્રમાંક 58)
  • સંપાદક : નીરવ પટેલ
  • પ્રકાશક : સાહિત્ય અકાદેમી
  • વર્ષ : 2010