shambukwadh - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તુંગભદ્રા

કલ્પાન્ત કરતાં કરતાં

એટલું રડી...

એટલું રડી...

કે તેની અશ્રુધારાઓ

નદી બનીને

હજી આજેય સમુદ્રને મળ્યાં કરે છે.

શંબુક ક્યારેય પાછો નહીં આવે!

છતાં પણ

દિગ્મૂઢ રામ હજીયે પીગળતા નથી!

તુંગભદ્રાની

નિરાધાર અશ્રુતા

આજેય સમુદ્રને મળ્યાં કરે છે.

હાય! રામ!

સ્રોત

  • પુસ્તક : દલિત કાવ્ય સૃષ્ટિ (પૃષ્ઠ ક્રમાંક 202)
  • સંપાદક : મોહન પરમાર
  • પ્રકાશક : પાશ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2016