પ્રેમ પછી
Prem Pachhi
મેક્ઝાઈન કુમિન
Maxine Kumin
મેક્ઝાઈન કુમિન
Maxine Kumin
પછી, તડજોડ.
શરીરો પોતાની સીમાઓમાં પાછાં ફરે છે.
આ પગ, દા. ત., મારા
તારા બાહુઓ તને પાછો અંદર ખેંચી લે છે.
આપણી આંગળીઓની ચમચી, હોઠ
પોતાની માલિકી કબૂલે છે.
પથારી બગાસાં ખાય છે, બારણું
હેતુ વગર જોરથી ઊઘડી જાય છે.
અને માથા પરથી, એક વિમાન
ગણગણતું નીચે ઊતરે છે.
કાંઈ બદલાયું નથી, સિવાય કે
એક એવી ક્ષણ હતી જ્યારે
વરુ, આંટા મારતું વરું
જે આપણી બહાર ઊભું રહે છે
ધીમેથી આડું પડ્યું ને સૂઈ ગયું.
(અનુ. જયા મહેતા)
સ્રોત
- પુસ્તક : કવિતા : એપ્રિલ 1982 (પૃષ્ઠ ક્રમાંક 40)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
