takora - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બંધ બારણે

ટકોરા મારું છું,

રાહ જોઉં છું...

વળી

ટકોરા મારું છું જરા જોરથી,

રાહ જોઉં છું...

સ્વિચ પર નજર જતાં

ડોરબેલ વગાડું છું,

વળી

રાહ જોઉં છું...

પણ

ખૂલતું નથી દ્વાર.

‘ખૂલ જા સીમ સીમ’

બોલવાનું મન થાય છે

ત્યાં

કાને અવાજ પડે છે

ટક્ ટક્ ટક્...

કાન સરવા કરું છું

મારી ભીતરથીયે

ક્યારનું કોક

મારી રહ્યું છે ટકોરા

ટક્... ટક્... ટક્...

ટક્... ટક્... ટક્...

સ્રોત

  • પુસ્તક : ટકોરા મારું છું આકાશને (પૃષ્ઠ ક્રમાંક 42)
  • સર્જક : યોગેશ જોષી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2011