sandesh - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ભાઈ!

મારું કામ કરીશ?

મારે એક સંદેશ પહોંચાડવો છે.

બુદ્ધ મળે તો કહેજે

કે—

રાઈ માટે ઘેર ઘેર ભટકતી ગોમતીને

આજે વહેલી સવારે

મળી આવ્યું છે એક નવજાત બાળક

ગામને ઉકરડેથી.

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય - 3 (પૃષ્ઠ ક્રમાંક 198)
  • સંપાદક : રમણલાલ જોશી, જયન્ત પાઠક
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981