Pranay Kavya - Free-verse | RekhtaGujarati

પ્રણય કાવ્ય

Pranay Kavya

હેડન કેરુથ હેડન કેરુથ
પ્રણય કાવ્ય
હેડન કેરુથ

શું છે અંદર

વાયોલીનની?

કશું નથી. નથી

કશું જ, જોયું?

કેવળ ખાલીપો.

પણ ઓહ અને છતાં

અને તેમ છતાં

જ્યારે કોઈક બહારથી

સ્પર્શે છે તન્ત્રીઓને

ત્યારે ખાલીપો ગાઈ ઊઠે છે.

લગભગ ચમત્કાર જ.

સ્વાભાવિક, આપણી પાસે હોય બીજા ઘણા

ખુલાસાઓ

હંમેશાં. પણ જવા દઈએ માથાફોડ

બધાની, ખરૂંને? જગત ઊભરાય છે

કંટાળાજનક ચીજોથી

ખાલીપો છે

વાયોલીનનો,

જોઆના,

ખાલીપો જે ગાય છે.

(અનુ. રાજેન્દ્ર નાણાવટી)

સ્રોત

  • પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1980 (પૃષ્ઠ ક્રમાંક 104)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ