arji - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

તાડ પાંદડું ગોળ વળ્યું કે પીહો

તુંબડાનો તંબૂરો

વાંસમાં પેઠી ડગળી ને વાંસળી

ગટલીની જીભી ઘસી કે પીહી

ઢોર શીંગનું વાજુ

વીરવણ ઘાસનો મોર ગૂંથ્યો

બીન પર લાગ્યું મઘ મીણ

ને મહુવર કાળબેલિયા

થાળી વગાડવાની

એમાં ખાવાનું

તો જબરું કે?

હસતાં રમતાં અમે થાનકે પહોંચ્યાં

બોલ્યાં: દૂધ કોદરી ધાન આલજે

પોલા નૈયે હરો આલજે

ખળે ધાનને વહેંચી ખાઈએ

વધ્યા ધાનથી કોઠી ભરીએ

મન મેલીને ઢોર ધરબીએ

ઠંડા જળથી કોઠો ઠારીએ

ગોવાળ કૂદશે મહુડે

સ્રોત

  • પુસ્તક : ધરતીનાં વચન (પૃષ્ઠ ક્રમાંક 10)
  • સર્જક : કાનજી પટેલ
  • પ્રકાશક : પૂર્વપ્રકાશ,વડોદરા
  • વર્ષ : 2012