રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોપિત્તળની ચામડીનો બોદો રણકાર
ચૈત્રની હવામાં ડૂસકાં ખાય છે.
યક્ષીના શિલ્પનાં ખંડિત સ્તનોને
આગિયાના ધેાળા પડછાયા છંછેડે છે.
વાવના પગથિયે કામરત શૃગાલયુગલના શ્વાસનું દ્વન્દ્વ
ઉપર લીમડાનાં પાનમાં પેસી તેને ગલી કરે છે.
રાત હળવે હળવે
દિવસોનાં શ્વેત શબોને રંગે છે,
પણ ચામડીનાં છિદ્રો પુરાતાં નથી,
ઊલટાનાં પર્વત-ઝરણાંની જેમ ઝમ્યા કરે છે.
મોતના પવનો
રસ્તાની ચિરાડોમાં પ્રેમની બાષ્પથી લચી પડી, ઓગળે છે.
ટાવરના કાંટા પર સમયની અવળસવળ જાંઘો ઘસાય છે.
કૂતરાં ભસે છે.
નદીની રેતીમાં સૂતેલા લેાકો પર
ઊંધની કબરો ચણાય છે.
બાવળની કાંટ્યમાં
મરતા મકોડાના ખેાળિયામાંથી નીકળી
હિજરાતો હિજરાતો
કોઈ પેગમ્બરને જીવ પાછો વળે છે.
કૂતરાં ભસ્યા કરે છે.
pittalni chamDino bodo rankar
chaitrni hawaman Duskan khay chhe
yakshina shilpnan khanDit stnone
agiyana dheala paDchhaya chhanchheDe chhe
wawana pagathiye kamrat shrigalayugalna shwasanun dwandw
upar limDanan panman pesi tene gali kare chhe
raat halwe halwe
diwsonan shwet shabone range chhe,
pan chamDinan chhidro puratan nathi,
ultanan parwat jharnanni jem jhamya kare chhe
motna pawno
rastani chiraDoman premni bashpthi lachi paDi, ogle chhe
tawarna kanta par samayni awalaswal jangho ghasay chhe
kutran bhase chhe
nadini retiman sutela leako par
undhni kabro chanay chhe
bawalni kantyman
marta makoDana khealiyamanthi nikli
hijrato hijrato
koi pegambarne jeew pachho wale chhe
kutran bhasya kare chhe
pittalni chamDino bodo rankar
chaitrni hawaman Duskan khay chhe
yakshina shilpnan khanDit stnone
agiyana dheala paDchhaya chhanchheDe chhe
wawana pagathiye kamrat shrigalayugalna shwasanun dwandw
upar limDanan panman pesi tene gali kare chhe
raat halwe halwe
diwsonan shwet shabone range chhe,
pan chamDinan chhidro puratan nathi,
ultanan parwat jharnanni jem jhamya kare chhe
motna pawno
rastani chiraDoman premni bashpthi lachi paDi, ogle chhe
tawarna kanta par samayni awalaswal jangho ghasay chhe
kutran bhase chhe
nadini retiman sutela leako par
undhni kabro chanay chhe
bawalni kantyman
marta makoDana khealiyamanthi nikli
hijrato hijrato
koi pegambarne jeew pachho wale chhe
kutran bhasya kare chhe
સ્રોત
- પુસ્તક : આધુનિક ગુજરાતી કવિતા (પૃષ્ઠ ક્રમાંક 80)
- સંપાદક : સુરેશ દલાલ, જયા મહેતા
- પ્રકાશક : સાહિત્ય અકાદમી
- વર્ષ : 1989