રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો‘આ પ્રભાત શિર અશ્વનું-
ને સૂર્ય તેની આંખ.
પવન શ્વાસ; અશ્વનું ઊઘડેલું મુખ તે અગ્નિ.
સંવત્સર તેનું શરીર અને આકાશ પીઠ.
આકાશથી પૃથ્વી વચ્ચેનું અંતરિક્ષ અશ્વનું ઉદર’
‘ઍન્ડ વૉટ આર ધીઝ સિઝન્સ?’
‘અશ્વનાં અંગો, મામ.
માસ-પક્ષો અંગોના સાંધા,
દિવસ-રાત અશ્વના પગ
તારકો અસ્થિ
મેઘો શરીરની માંસધાતુ
આ રેતી મામ, અર્ધું પચેલું અન્ન-’
‘અને રેતીમાં આમ રેખાઓ દોરતી આંગળીઓ?’
‘મારી-’
‘અને તું’
‘આઈ ડૉન્ટ નો મામ. આઈ ડૉન્ટ નો હુ એમ આઈ?
મામ ટેલ મીઃ હુ એમ આઈ?’
‘માય સન, મારો બચુડો.’
‘ઍન્ડ હુ આર યૂ?”
‘તને અવિરત ધવરાવતી ધાત્રિ’
‘ઍન્ડ વ્હાય આર વી?’
તારું પ્રયોજન આમ ધાવવું. હું તારી ધાવ.
‘હું ધાવણો નથી.’
‘અરે મારા સાત ખોટના માણસ-
તું છે તો હું છું -
તું મારો જનક, હું તારી જનેતા.’
‘અને આ ગતિમાન અશ્વ, મા?
નદીઓ જેની સિરાઓ છે -
અને બગાસું વિદ્યુત.
આ - તેનું શરીર કંપતા-મેઘગર્જના થઈ!
અને અશ્વની મેહધારામાં વર્ષા.
મા, કહે કોણ છે આ અશ્વ?’
‘આપણું સંતાન’
‘મા, આ દિવસ ઊગ્યો જાણે –
અશ્વના મુખ પાસે મૂકેલું સુવર્ણપાત્ર'
‘અને રાત્રિ તે અશ્વના પાછલા પગને અથડાતું ચાંદીનું પાત્ર’
‘રાઈટ મામ, પણ મારે તને જોવી છે.’
‘રે કોઈ ક્ષણે હું તારાથી અલગ નથી, પિતા!’
‘પણ તું પ્રત્યક્ષ નથી થતી-’
‘તારા આશ્લેષમાં છું પુરુષ, ગાઢ આશ્લેષમાં.
તારી પ્રત્યક્ષતાના તંતુ તંતુમાં વીંટળાયેલી છું પુરુષ -
‘મારું પૌરુષ ફગાવી દઉં તને જોવા
‘તો તું મારી મીરાં દાસી જનમ જનમ કી -'
‘અને તું?’
‘તારો ગિરિધર ગોપાલ’
‘ના, ના. હું નથી પુરુષ, નથી સ્ત્રી.’
‘તો હું તારી મા ભવાની-
તારા તાબોટાના તાલમાં-
અંતિરક્ષમાં લહેરાય મારી નવરંગ ચૂંદડી -
મૈં ચીજ બડી હું મસ્ત મસ્ત –’
‘ક્યાં?’
‘રે તારા મનમાં, તારી સંવિત્-ધારામાં
ચઢ રે ચઢ-
પાવા તે ગઢનાં પગથિયાં ચઢ –’
‘તું ક્યાં મળીશ મને?’
‘તારી પ્રતીક્ષાના કૉરીડોરમાં-
‘છલનામયી! તે મને ઢાંકી દીધો છે. આઈ એમ રેસ્ટલેસ. મારે મને
જોવો છે.’
‘આપણે અલગ નથી, પુત્ર.
એક જ છીએ. તું હાંફે છે તો-
પર્વતોનાં શિખર જેવાં મારાં પયોધરો, ઊંચાંનીચાં થાય છે.
તું છે તો હું છું.
હું છું તેથી તો તું તું છે.
તું મારો જનક. હું તારી જનેતા.’
‘a parbhat shir ashwnun
ne surya teni aankh
pawan shwas; ashwanun ughDelun mukh te agni
sanwatsar tenun sharir ane akash peeth
akashthi prithwi wachchenun antriksh ashwanun udar’
‘enD waut aar dheejh sijhans?’
‘ashwnan ango, mam
mas paksho angona sandha,
diwas raat ashwna pag
tarko asthi
megho sharirni mansdhatu
a reti mam, ardhun pachelun ann ’
‘ane retiman aam rekhao dorti anglio?’
‘mari ’
‘ane tun’
‘ai Daunt no mam aai Daunt no hu em ai?
mam tel mee hu em ai?’
‘may san, maro bachuDo ’
‘enD hu aar yoo?”
‘tane awirat dhawrawti dhatri’
‘enD whay aar wee?’
tarun prayojan aam dhawawun hun tari dhaw
‘hun dhawno nathi ’
‘are mara sat khotna manas
tun chhe to hun chhun
tun maro janak, hun tari janeta ’
‘ane aa gatiman ashw, ma?
nadio jeni sirao chhe
ane bagasun widyut
a tenun sharir kampta meghgarjna thai!
ane ashwni mehdharaman warsha
ma, kahe kon chhe aa ashw?’
‘apanun santan’
‘ma, aa diwas ugyo jane –
ashwna mukh pase mukelun suwarnpatr
‘ane ratri te ashwna pachhla pagne athDatun chandinun patr’
‘rait mam, pan mare tane jowi chhe ’
‘re koi kshne hun tarathi alag nathi, pita!’
‘pan tun pratyaksh nathi thati ’
‘tara ashleshman chhun purush, gaDh ashleshman
tari pratyakshtana tantu tantuman wintlayeli chhun purush
‘marun paurush phagawi daun tane jowa
‘to tun mari miran dasi janam janam ki
‘ane tun?’
‘taro giridhar gopal’
‘na, na hun nathi purush, nathi stri ’
‘to hun tari ma bhawani
tara tabotana talman
antirakshman laheray mari nawrang chundDi
main cheej baDi hun mast mast –’
‘kyan?’
‘re tara manman, tari sanwit dharaman
chaDh re chaDh
pawa te gaDhnan pagathiyan chaDh –’
‘tun kyan malish mane?’
‘tari prtikshana kauriDorman
‘chhalnamyi! te mane Dhanki didho chhe aai em restles mare mane
jowo chhe ’
‘apne alag nathi, putr
ek ja chhiye tun hamphe chhe to
parwtonan shikhar jewan maran payodhro, unchannichan thay chhe
tun chhe to hun chhun
hun chhun tethi to tun tun chhe
tun maro janak hun tari janeta ’
‘a parbhat shir ashwnun
ne surya teni aankh
pawan shwas; ashwanun ughDelun mukh te agni
sanwatsar tenun sharir ane akash peeth
akashthi prithwi wachchenun antriksh ashwanun udar’
‘enD waut aar dheejh sijhans?’
‘ashwnan ango, mam
mas paksho angona sandha,
diwas raat ashwna pag
tarko asthi
megho sharirni mansdhatu
a reti mam, ardhun pachelun ann ’
‘ane retiman aam rekhao dorti anglio?’
‘mari ’
‘ane tun’
‘ai Daunt no mam aai Daunt no hu em ai?
mam tel mee hu em ai?’
‘may san, maro bachuDo ’
‘enD hu aar yoo?”
‘tane awirat dhawrawti dhatri’
‘enD whay aar wee?’
tarun prayojan aam dhawawun hun tari dhaw
‘hun dhawno nathi ’
‘are mara sat khotna manas
tun chhe to hun chhun
tun maro janak, hun tari janeta ’
‘ane aa gatiman ashw, ma?
nadio jeni sirao chhe
ane bagasun widyut
a tenun sharir kampta meghgarjna thai!
ane ashwni mehdharaman warsha
ma, kahe kon chhe aa ashw?’
‘apanun santan’
‘ma, aa diwas ugyo jane –
ashwna mukh pase mukelun suwarnpatr
‘ane ratri te ashwna pachhla pagne athDatun chandinun patr’
‘rait mam, pan mare tane jowi chhe ’
‘re koi kshne hun tarathi alag nathi, pita!’
‘pan tun pratyaksh nathi thati ’
‘tara ashleshman chhun purush, gaDh ashleshman
tari pratyakshtana tantu tantuman wintlayeli chhun purush
‘marun paurush phagawi daun tane jowa
‘to tun mari miran dasi janam janam ki
‘ane tun?’
‘taro giridhar gopal’
‘na, na hun nathi purush, nathi stri ’
‘to hun tari ma bhawani
tara tabotana talman
antirakshman laheray mari nawrang chundDi
main cheej baDi hun mast mast –’
‘kyan?’
‘re tara manman, tari sanwit dharaman
chaDh re chaDh
pawa te gaDhnan pagathiyan chaDh –’
‘tun kyan malish mane?’
‘tari prtikshana kauriDorman
‘chhalnamyi! te mane Dhanki didho chhe aai em restles mare mane
jowo chhe ’
‘apne alag nathi, putr
ek ja chhiye tun hamphe chhe to
parwtonan shikhar jewan maran payodhro, unchannichan thay chhe
tun chhe to hun chhun
hun chhun tethi to tun tun chhe
tun maro janak hun tari janeta ’
સ્રોત
- પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 321)
- સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2004