apanne joi - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

આપણને જોઈ

apanne joi

રાવજી પટેલ રાવજી પટેલ
આપણને જોઈ
રાવજી પટેલ

આપણને જોઈ

પેલા બગીચામાં લીલોતરી સળવળે.

આપણને જોઈ

પેલાં પતંગિયાં હજીય તે ઊડ્યા કરે!

આપણને જોઈ

પેલી ડાળીઓ પ્હેરી લે છે ફૂલ–મોડ.

આપણને જોઈ

પેલા ઝૂમાં આણી સારસની એક જોડ!

આપણને જોઈ

પેલાં છોકરાંઓ વર-વહુ બન્યા કરે.

આપણને જોઈ

પેલાં ઘરડાંને ચપોચપ દાંત ફૂટે!

સ્રોત

  • પુસ્તક : અંગત (પૃષ્ઠ ક્રમાંક 42)
  • સર્જક : રાવજી પટેલ
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1982
  • આવૃત્તિ : 2