રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઅહીંની હવાનું થાય વિમોચન
નથી એવી તડ એકેય બારીમાંબારણામાંદીવાલમાં
પીળા પતંગિયાની પાંખની દીવાલ
એના પર થીજેલી શ્વેત કીડીની ટચલી આંગળીએ ચોંટેલા
કણ પર બેઠેલો ઈશ્વર જરાયે હલતો નથી
દૂઝતા અનેક વ્રણને લીધે
હું આમ તો પાતળું પાણી બન્યો છું
છતાંયે મારા જ કાળા શબ્દોની સોહામણી શિલા નીચે
કચડાઈ રહ્યો છું
મારી ચોપાસ પીળા પતંગિયાની દીવાલ ખડી છે
મારો આ આગવો ઓરડો છું.
ahinni hawanun thay wimochan
nathi ewi taD ekey barimambarnamandiwalman
pila patangiyani pankhni diwal
ena par thijeli shwet kiDini tachli angliye chontela
kan par bethelo ishwar jaraye halto nathi
dujhta anek wranne lidhe
hun aam to patalun pani banyo chhun
chhatanye mara ja kala shabdoni sohamni shila niche
kachDai rahyo chhun
mari chopas pila patangiyani diwal khaDi chhe
maro aa aagwo orDo chhun

સ્રોત
- પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 218)
- સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
- વર્ષ : 2004