pakshitirth - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ક્યારેક ખડક અદૃશ્ય થઈ ગયો છે

ખડક જો દેખાયો છે તો

પગથિયાં અદૃશ્ય થઈ ગયાં છે.

પગથિયાં દેખાયાં છે તો ખડક ચઢી

શકાયો નથી.

ખડક ચઢી ગયો છું તો અધવચ

અટકી ગયો છું.

ને પાછો ઊતરી ગયો છું.

ખડક ચઢી પણ ગયો છું તો મન્દિર

જડ્યું નથી.

મન્દિર જડ્યું છે તો બપોર જડી નથી.

બપોર જડી છે તો કહેવાયું છે કે

હમણાં પંખી આવીને ઊડી ગયું....

હમણાં જ....

પંખી તો અવશ્ય આવે છે,

પણ હું દરવખતે પંખીને ચૂકી ગયો છું.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 204)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004