pag - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

સશક્ત

ભરાવદાર કાળા

કોઈ કોઈ રેશમી સુંવાળા

રતુંબડા

કદલિસ્નિગ્ધ-ગંધા

ખંધા

હમણાં કંઈક બોલી ઊઠશે

એવા તત્પર

ચૂપ

ચાપ ચાલે જોડાજોડ

દોડાદોડ

ઘોડા

ઘરડા ખૂંસટ ખાંટ

ખખડધજ ખૂંટા

પગ

હાથીપગા ભારેપગા માટીપગા

પગ

મુકાય લુછાચ પૂજાય

ચંપાય મંડાય ઢંકાય લંબાય

વળી જાય કરી જાય પડી જાય

અડાય રખાય દબાય મરાય ઘસાય

જકડાય ઢસડાય ફસડાય કચડાય

આવે ઊભા રહી જાય

છોલાય ધોવાય

તૂટે દુખે ભાંગે ભાગે

હલે ટકે ઠરે

લંગડાય ખોડંગાય

પગે

કીડી ચડે પાણી ઊતરે

લગાય જવાય થવાય

પગમાંથી પગમાંથી પગ

નીકળે નીકળતા જાય

પહોળા થાય પહોળો થાય

ડાબો થાય જમણો થાય

હાંફે થાકે

પાકે

ડંખ પડે

ખરજવું થાય લકવો થાય

વાળઝૂમખાં બણબણે

પડી જવાય ગબડી પડાય

ઊડતી ધૂળમાં વીખરાય

પછડાતાં પાણીમાં ભળી જાય

માથે જવાચ

અંગૂઠે

અગ્નિ ચંપાય

સ્રોત

  • પુસ્તક : અરવ (પૃષ્ઠ ક્રમાંક 47)
  • સર્જક : કમલ વોરા
  • પ્રકાશક : ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર
  • વર્ષ : 2023
  • આવૃત્તિ : 2