kharaghoDa 1 / agriya - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ખારાઘોડા-1 / અગરિયા

kharaghoDa 1 / agriya

નિખિલ ખારોડ નિખિલ ખારોડ
ખારાઘોડા-1 / અગરિયા
નિખિલ ખારોડ

નથી ઊછળતા તરંગો

નથી ઘૂઘવતા દરિયા અહીં

નથી મુલાયમ રેતી કે

નથી કિનારો.

સીમ રેતાળ ફલક પર

ફફડી રહ્યાં

કંતાન ઢાંક્યાં

ઝૂંપડાં

છૂટાંછવાયાં.

સોંસરવી ઊતરી ગઈ છે ખારાશ

ને થઈ જમા

જમીનના પેટાળમાં.

ઊંડે ઊંડે ખોદીને

ઉલેચે પાણી બધાં.

બહાર કાઢીને

કેટલુંક પીવે

કેટલુંક પાથરે

તે તડકે તપે

કાળામસ દેહો

ત્યારે બાઝે

ક્ષારની પોપડી

ચામડી પર, જમીન પર.

સ્રોત

  • પુસ્તક : ‘કિમ્ અધુના?’ (પૃષ્ઠ ક્રમાંક 89)
  • સર્જક : નિખિલ ખારોડ
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1993