વાંસની પાંદડી
Vans ni Pandadi
પ્રદીપ સંઘવી
Pradip Sanghvi
વાંસની પાંદડી ખરી પડી,
ખુશ છે.
ઊડી,
ખુશ છે.
કરોળિયાના જાળામાં ફસાણી,
ત્યાં યે નાચે છે.
કરોળિયાએ પાસે આવી, સૂંઘી, ફેંકી દીધી.
ખુશ છે.
ધૂળમાં આળોટે છે,
ખુશ.
વાંસની પાંદડી ખરી પડી,
ખરી છે વાંસની પાંદડી!
સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ