wishw marun - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વિશ્વ મારું

wishw marun

મણિલાલ દેસાઈ મણિલાલ દેસાઈ
વિશ્વ મારું
મણિલાલ દેસાઈ

સ્વપ્નની ભૂમિ ઉપર પગલાં સુધાનાં,

આભમાં બાંધ્યાં બધાં ગાંધર્વ નગરો.

સ્વર્ગથી આવી ભૂમિ પર

આખડી, વહેતી નદી.

શબ્દ મારા

માતરિશ્વા અર્થના એકાન્તના,

હસ્ત મારા

કેટલા યે કર્ણ ને અર્જુનના બળથી ભરેલા.

કૈં કેટલા યે રાવણોના ગર્વ

મારા શ્વાસમાં વ્હેતો.

વિશ્વ મારું

બાર સૂરજથી તે શોષાય ના!

વિશ્વ મારું

સાત સાગરના જલે જો જાય ડૂબી...

હું વરાહી દંતમાં ગ્રહી

બ્હાર આણું.

સ્રોત

  • પુસ્તક : રાનેરી (પૃષ્ઠ ક્રમાંક 88)
  • સર્જક : મણિલાલ દેસાઈ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1987
  • આવૃત્તિ : 2