રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોતૃણાંકુરની જેમ
ફૂટી નીકળ્યા છે
ઠેર ઠેર જુલમગાર.
એમના દમનનો કોરડો
છેવાડેની ગભરું પીઠ પર
સટ્ટાક્ સોળ પાડે.
પીંછા જેમ ફંગોળાતું
ભયનું લખલખું
આમ
કાયમ કંપાવતું રહે એમને.
પણ
‘કોઈ ઉદ્ધારક આવશે’ની
જપમાળાના મણકા
હવે ઘસાઈ ગયા છે.
એમનામાં
ફૂંકાઈ રહ્યો છે
સ્વાધીનતાનો પવન.
એટલે
હવે તેઓ જાતે જ
એક પછી એક
તૃણાંકુરોને ખેંચી કાઢશે
મૂળમાંથી....
trinankurni jem
phuti nikalya chhe
ther ther julamgar
emna damanno korDo
chhewaDeni gabharun peeth par
sattak sol paDe
pinchha jem phangolatun
bhayanun lakhalakhun
am
kayam kampawatun rahe emne
pan
‘koi uddharak awshe’ni
japmalana manka
hwe ghasai gaya chhe
emnaman
phunkai rahyo chhe
swadhintano pawan
etle
hwe teo jate ja
ek pachhi ek
trinankurone khenchi kaDhshe
mulmanthi
trinankurni jem
phuti nikalya chhe
ther ther julamgar
emna damanno korDo
chhewaDeni gabharun peeth par
sattak sol paDe
pinchha jem phangolatun
bhayanun lakhalakhun
am
kayam kampawatun rahe emne
pan
‘koi uddharak awshe’ni
japmalana manka
hwe ghasai gaya chhe
emnaman
phunkai rahyo chhe
swadhintano pawan
etle
hwe teo jate ja
ek pachhi ek
trinankurone khenchi kaDhshe
mulmanthi
સ્રોત
- પુસ્તક : હાંસિયામાં હું (પૃષ્ઠ ક્રમાંક 59)
- સર્જક : પ્રિયંકા કલ્પિત
- પ્રકાશક : ગુજરાત વિવિધભાષી સાહિત્ય અકાદમી
- વર્ષ : 2000