re janki - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

જાનકી! જરી જો, જાનકી!

હજીએ દંડાય નારી તારા થકી....

કાશ! તે કર્યો હોત બળવો

તો કદીય લખાત

આવો અવળો ફતવો....

પતિને પગલે-પગલે

વનવગડો બેઠી-વેઠીને

તેં શા કાંદા કાઢ્યા બાઈ?

ચૌદ વરસ પતિની પૂંઠે-પૂંઠે

તું વન-વન રઝળી, વલવલી

તોય તારા પુરુષોત્તમની કાયા

જરીકેય હલબલી....

ખરું ઠરાવવા લેબલ મર્યાદાપુરુષોત્તમનું

તને સગર્ભાને, રાખી અંધારે વનવગડે

તને છેતરી તજાવ્યું રાજરાણીપણું

તે કેવું એકપત્નિવ્રત?

તને નજરથી અળગી શીદ કરી?

તને વનમાં રઝળતી કરી

સોનાની પૂતળીને પડખે કરી-

કાશ! તને સાથે રાખી હોત તો?

ઘર-ઘર રામાયણ ના ભજવાતું હોત....