Na Mane Kashuye Ardhu Khape Nahi - Free-verse | RekhtaGujarati

ના મને કશુંયે અર્ધું ખપે નહીં

Na Mane Kashuye Ardhu Khape Nahi

યવજેની યેવટુશેન્કો યવજેની યેવટુશેન્કો
ના મને કશુંયે અર્ધું ખપે નહીં
યવજેની યેવટુશેન્કો

ના મને કશાયનું પણ અડધું ખપે નહીં!

મને આપો આખું આકાશ, દૂર દૂર લગી ફેલાયેલી ધરતી!

સમુદ્રો અને બરફધારી પર્વતો -

બધુંયે મારું છે! એથી ઓછું મને કશું ના ખપે!

ના રે ના જિંદગી! તું મને તૂટક છૂટક બટકાંઓથી રીઝવી નહીં શકે

હોય તો બધુંએ હોય અથવા કશુંયે નહીં! હું ખમી લઈશ.

મને અર્ધું સુખ ખપે

કે નથી જોઈતું અર્ધું દુઃખ પણ.

અસહાય ખરતા તારા જેવી તારી આંગળીઓમાં

વીંટી ઝળાંઝળા કરે છે અને જેની પર

તારા મુલાયમ ગાલ અઢેલાયેલા હોય

તેવા તકિયાનો હું હિસ્સેદાર થઈશ!

(અનુ. અનુ વસાણી)

સ્રોત

  • પુસ્તક : કવિતા : ડિસેમ્બર, 1978 (પૃષ્ઠ ક્રમાંક 10)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ