mrutyuno avaaj - Free-verse | RekhtaGujarati

મૃત્યુનો અવાજ

mrutyuno avaaj

હરીન્દ્ર દવે હરીન્દ્ર દવે
મૃત્યુનો અવાજ
હરીન્દ્ર દવે

મારા ઘોઘરા અવાજને સાંભળું છું;

બારી બહાર રહેલાં પણોં

વચ્ચે થતી ગુપતગોઠડી કાને પડે છે.

તાજા જન્મેલા બિલાડીના બચ્ચાનું રુદન

મધરાતે

હૉસ્પિટલના ખંડને ચોંકાવી દે છે.

રસ્તા પરથી પસાર થતી

બસોનો ઘર્ઘરાટ સંભળાય છે.

પણ

બધાં વચ્ચે

ક્યાં ગયો

મારા મૃત્યુનો અવાજ

જે હજી હમણાં

મેં સાંભળ્યો હતો!

સ્રોત

  • પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 73)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ
  • વર્ષ : 1984
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ