મૃત્યુ મા જેવું મધુર હાસ્ય કરે
mrutyu maa jevun madhur haasya kare
લાભશંકર ઠાકર
Labhshankar Thakar

મૃત્યુ
મા જેવું
મધુર હાસ્ય કરે
અરવ મૃદુતાથી થપથપાવતું લયબદ્ધ
મૅગ્નેટિક રોટેશનનો સ્વીકાર કરાવી
ઊંડી
ગાઢ
ઊંઘમાં
સરી જવાની
રમત
રમાડવા?



સ્રોત
- પુસ્તક : ખખડતી ખેંચે કવિતા કોણ? (પૃષ્ઠ ક્રમાંક 157)
- સર્જક : લાભશંકર ઠાકર
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2005