
અંધારની રણરેતમાં
મૃત ચન્દ્રકેરા પ્રેત શો ભમતો ફરું;
પવનનાં આ હાડ તીણાંની સરાણે
બુઠ્ઠા થયેલા શૂન્યની રે ધાર હું કાઢ્યા કરું;
તેજના મૃગજળતણે તળિયે જઈ
મારી છાયા ઉતરડી ડુબાડવાને હું મથું;
મૂર્ચ્છિત ઈશ્વરની લૂખી આંખો નિચોવી
આ મુમૂર્ષ કાળના રે મુખમાં ટોયા કરું.
andharni ranretman
mrit chandrkera pret sho bhamto pharun;
pawannan aa haD tinanni sarane
buththa thayela shunyni re dhaar hun kaDhya karun;
tejna mrigajalatne taliye jai
mari chhaya utarDi DubaDwane hun mathun;
murchchhit ishwarni lukhi ankho nichowi
a mumursh kalna re mukhman toya karun
andharni ranretman
mrit chandrkera pret sho bhamto pharun;
pawannan aa haD tinanni sarane
buththa thayela shunyni re dhaar hun kaDhya karun;
tejna mrigajalatne taliye jai
mari chhaya utarDi DubaDwane hun mathun;
murchchhit ishwarni lukhi ankho nichowi
a mumursh kalna re mukhman toya karun



સ્રોત
- પુસ્તક : સુરેશ જોષી સંચય (પૃષ્ઠ ક્રમાંક 138)
- સંપાદક : શિરીષ પંચાલ, જયંત પારેખ
- પ્રકાશક : ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર
- વર્ષ : 1992