maaro vidroh - Free-verse | RekhtaGujarati

મારો વિદ્રોહ

maaro vidroh

યોગેશ વૈદ્ય યોગેશ વૈદ્ય
મારો વિદ્રોહ
યોગેશ વૈદ્ય

કેસૂડાં પાસેથી શીખ્યો છું

હું વિદ્રોહની ભાષા.

શીખ્યો છું કે

દ્રોહ કર્યા વગર પણ

કરી શકાય છે વિદ્રોહ.

એક નાનકડા આત્મવિસ્ફોટથી પણ

બદલી શકાય છે

આખા જંગલની તાસીર.

દાઝ્યા કે દઝાડ્યા વગર પણ

લગાડી શકાય છે

વન વગડામાં આગ

સ્રોત

  • પુસ્તક : ભટ્ટખડકી (પૃષ્ઠ ક્રમાંક 41)
  • સર્જક : યોગેશ વૈદ્ય
  • પ્રકાશક : ઝેન ઓપસ
  • વર્ષ : 2023