shilpakar - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

શિલ્પકાર...

shilpakar

અનિલ જોશી અનિલ જોશી
શિલ્પકાર...
અનિલ જોશી

રેતીના રણમાં ચાલુ છું

એટલે ઠોકર લાગવાનો ભય નથી.

ખિસ્સામાં એક મૃગજળનું વાદળું રાખું છું

બગલથેલામા ટાકણું અને હથોડી

રણનું શિલ્પ બનાવવું છે

ક્યાય શીલા કે શિલાલેખ નથી

અહલ્યા પણ નથી

જ્યા જોઉં ત્યાં રેતી રેતી રેતી

જાણે કોઈ અદ્રશ્ય શિલ્પની કરચો

શીશીમાંથી સરકતી રેતી જેવા સમયને

સૂરજ એકીટશે જોઈ રહ્યો છે

કોઈ મને પણ જોઈ રહ્યું છે

જેમ ખજૂરીનો પડછાયો પોતાના પડછાયાને જુએ

એકાદ બે ઊંટ હતા તે પણ હીજરત કરીને જતા રહ્યા

રેતીના રણમાં ચાલુ છું

એટલે ઠોકર લાગવાનો ભય નથી..

સ્રોત

  • પુસ્તક : કવિ પાસેથી મળેલી રચના