રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોમારા કાવ્યનું મૂલ્ય સમજાશે નહિ તમને,
ભલે નવચેતન ચેતનવિહોણું ગણે એને
કુમારની કાવ્યસૃષ્ટિ માટે નેપથ્યવાસી ભલે રહ્યું.
કવિતા ને કવિતા દ્વારા જીવાડનારા દોસ્તો,
ભલે એને અકવિતા માને.
એક વિવેચક મિત્રવર તો કહેતા હતા કે:
શૈલી અને ભાષાના અનેક કાળા કલંકો છે,
તમારા કાવ્યોમાં.
અરે! કાળા કલંકો જ નહિ, અમારો સૂરજ પણ કાળો છે.
કાળો સૂરજ લઈને નીકળ્યા છીએ અમે તો.
એની આભાને તમારી અંધ આંખો નહિ પારખી શકે.
ભલે ન સમજાય મારા કાવ્યનું મૂલ્ય તમને!
મારે કવિ નથી થવું.
મારે તો વિદ્રોહી થવું છે વિદ્રોહી.
વિદ્રોહનો એકાદ શબ્દ પણ
જો ઠાકુર વજેસંગના બધિર કાને અથડાશે તો
મારે મન મારા કાવ્યનું મૂલ્ય અમૂલ્ય હશે.
mara kawyanun mulya samjashe nahi tamne,
bhale nawchetan chetanawihonun gane ene
kumarni kawysrishti mate nepathywasi bhale rahyun
kawita ne kawita dwara jiwaDnara dosto,
bhale ene akwita mane
ek wiwechak mitrawar to kaheta hata keh
shaili ane bhashana anek kala kalanko chhe,
tamara kawyoman
are! kala kalanko ja nahi, amaro suraj pan kalo chhe
kalo suraj laine nikalya chhiye ame to
eni abhane tamari andh ankho nahi parkhi shake
bhale na samjay mara kawyanun mulya tamne!
mare kawi nathi thawun
mare to widrohi thawun chhe widrohi
widrohno ekad shabd pan
jo thakur wajesangna badhir kane athDashe to
mare man mara kawyanun mulya amulya hashe