
નાખી દીધા જેવી વાતમાં
ઘણી વાર મૂંઝાઈ જવાય છે
કાલે મહેમાન ઘરે છે
તો કેટલું દૂધ લેશું?
સૌંદર્યશાસ્ત્રીઓને જોકે હસવું આવે
તેઓ કૃતિના અર્થઘટનની વાતો કરે
તેને સ્ટ્રકચર ને શૈલીની દૃષ્ટિએ
તપાસે, કાપે, વાઢે, અથવા તો
ફિનોમિનોલોજી, ડી-કન્સ્ટ્રક્શનના
ચશ્માં પહેરાવે
માર્કસ કહે હું ચશ્માંની દાંડી બનીશ
ગાંધી કહે કાન પર તો હું જ
પણ આમાં હું શું કરું?
ટેબલખાનાં બે–ચાર વાર ખોલું
પાકીટના પૈસા ત્રણ વાર ગણું
લોટરીની ટિકિટ પર આંગળી
ફેરવ્યા કરું કે મંગળની વીંટી
ને રુદ્રાક્ષની માળા, ને ઓમ્-બોંબ...
એક વિવેચક ભાઈ કહે
જોયુંને ગેગ્રરનું આમ જ
મોટામોરફોસિસ થયું હતું
લોહીમાં પવન પડી જાય
ઇતિહાસ મારી નસો ખેંચી કાઢે
નાર્સિસસ યાદ તો આવે
મારું પૈડું જમીનમાં ખૂંપતું જ જાય
પછી બધા કહે કે
સાલો સું વાંચતો યાર
દેરિદા ને બાર્થ, ને ફ્રૂકો
જો કે ક્લાસમાં એવું બધું
બોલવાની આમ તો મનાઈ
પગમાં ખાલી ચડી જાય
ચશ્માંના નંબરો વધે
રોલાં બાર્થ કહે યાર ‘સર્જક’
ક્યાં લખે છે જ
એ તો સમાજની ભાષા વાપરે છે
માટે એનું ગૌરવ કરાય જ નહીં.’
હું તો ખુશ થઈ જાઉં
પણ અભિનંદન કરવા
તાર કરવો પડે
પોસ્ટમાં જાવું પડે
ને પછી સમજી જાવ યાર.......
તો કાલે સવારે દૂધવાળાને
શું આપું?
બસ આટલી ચિંતા છે
કશું ચાહી કે ધિક્કારી
શકતો નથી
માર્કસ ને ગાંધી સાચા છે
તો મોર્લોપોન્તિ ને દેરિદાથી
પણ મન છલકાઈ જાય છે
ચામડી નીચે અંધારામાં
એક પતંગિયું પાંખો ફફડાવે છે
બાળપણ ક્યારનું ફ્યૂઝ થઈ ગયું છે
સૂરજની કલ્પનાથી મારું
ઘર ને મન વાંચું છું
દીવાલ પર બારીના સળિયા
સળવળ સળવળ થયા કરે છે
સવારે ફિક્કા અવાજે પૂછું છું
એક બોટલ જ્યાદા દૂધ હૈ ક્યા?
પછી તૈયાર થઈ
વર્ગમાં જઈ
ખાંસી ખાતાં બોલું છું
‘કવિતા અસ્તિત્વ છે’
nakhi didha jewi watman
ghani war munjhai jaway chhe
kale maheman ghare chhe
to ketalun doodh leshun?
saundaryshastrione joke hasawun aawe
teo kritina arthaghatanni wato kare
tene strakchar ne shailini drishtiye
tapase, kape, waDhe, athwa to
phinominoloji, Di kanstrakshanana
chashman paherawe
markas kahe hun chashmanni danDi banish
gandhi kahe kan par to hun ja
pan aman hun shun karun?
tebalkhanan be–char war kholun
pakitna paisa tran war ganun
lotrini tikit par angli
pherawya karun ke mangalni winti
ne rudrakshni mala, ne om bomb
ek wiwechak bhai kahe
joyunne gegraranun aam ja
motamorphosis thayun hatun
lohiman pawan paDi jay
itihas mari naso khenchi kaDhe
narsisas yaad to aawe
marun paiDun jaminman khumpatun ja jay
pachhi badha kahe ke
salo sun wanchto yar
derida ne barth, ne phruko
jo ke klasman ewun badhun
bolwani aam to manai
pagman khali chaDi jay
chashmanna nambro wadhe
rolan barth kahe yar ‘sarjak’
kyan lakhe chhe ja
e to samajni bhasha wapre chhe
mate enun gauraw karay ja nahin ’
hun to khush thai jaun
pan abhinandan karwa
tar karwo paDe
postman jawun paDe
ne pachhi samji jaw yar
to kale saware dudhwalane
shun apun?
bas aatli chinta chhe
kashun chahi ke dhikkari
shakto nathi
markas ne gandhi sacha chhe
to morloponti ne deridathi
pan man chhalkai jay chhe
chamDi niche andharaman
ek patangiyun pankho phaphDawe chhe
balpan kyaranun phyoojh thai gayun chhe
surajni kalpnathi marun
ghar ne man wanchun chhun
diwal par barina saliya
salwal salwal thaya kare chhe
saware phikka awaje puchhun chhun
ek botal jyada doodh hai kya?
pachhi taiyar thai
wargman jai
khansi khatan bolun chhun
‘kawita astitw chhe’
nakhi didha jewi watman
ghani war munjhai jaway chhe
kale maheman ghare chhe
to ketalun doodh leshun?
saundaryshastrione joke hasawun aawe
teo kritina arthaghatanni wato kare
tene strakchar ne shailini drishtiye
tapase, kape, waDhe, athwa to
phinominoloji, Di kanstrakshanana
chashman paherawe
markas kahe hun chashmanni danDi banish
gandhi kahe kan par to hun ja
pan aman hun shun karun?
tebalkhanan be–char war kholun
pakitna paisa tran war ganun
lotrini tikit par angli
pherawya karun ke mangalni winti
ne rudrakshni mala, ne om bomb
ek wiwechak bhai kahe
joyunne gegraranun aam ja
motamorphosis thayun hatun
lohiman pawan paDi jay
itihas mari naso khenchi kaDhe
narsisas yaad to aawe
marun paiDun jaminman khumpatun ja jay
pachhi badha kahe ke
salo sun wanchto yar
derida ne barth, ne phruko
jo ke klasman ewun badhun
bolwani aam to manai
pagman khali chaDi jay
chashmanna nambro wadhe
rolan barth kahe yar ‘sarjak’
kyan lakhe chhe ja
e to samajni bhasha wapre chhe
mate enun gauraw karay ja nahin ’
hun to khush thai jaun
pan abhinandan karwa
tar karwo paDe
postman jawun paDe
ne pachhi samji jaw yar
to kale saware dudhwalane
shun apun?
bas aatli chinta chhe
kashun chahi ke dhikkari
shakto nathi
markas ne gandhi sacha chhe
to morloponti ne deridathi
pan man chhalkai jay chhe
chamDi niche andharaman
ek patangiyun pankho phaphDawe chhe
balpan kyaranun phyoojh thai gayun chhe
surajni kalpnathi marun
ghar ne man wanchun chhun
diwal par barina saliya
salwal salwal thaya kare chhe
saware phikka awaje puchhun chhun
ek botal jyada doodh hai kya?
pachhi taiyar thai
wargman jai
khansi khatan bolun chhun
‘kawita astitw chhe’



સ્રોત
- પુસ્તક : શેષવિશેષ ૮૪ (પૃષ્ઠ ક્રમાંક 76)
- સંપાદક : હરીશ મીનાશ્રુ, પ્રમોદકુમાર પટેલ
- પ્રકાશક : ચારુતર વિદ્યામંડળ
- વર્ષ : 1986