matribhasha - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

માતૃભાષા

matribhasha

પન્ના નાયક પન્ના નાયક
માતૃભાષા
પન્ના નાયક

આપણને

જે ભાષામાં સપનાં આવે

આપણી માતૃભાષા. મને

હજીય ફિલાડેલ્ફિયામાં

સપનાં

ગુજરાતીમાં આવે છે. પણ

મારી આસપાસના

ગુજરાતીઓ

ઉમાશંકરની છબી જોઈને

સતત પૂછ્યા કરે છે : ‘આ કોની છબી છે?’

અને

મારું સપનું નંદવાઈ જાય છે. (સપનાંના હૈયાને નંદવામાં વાર શી?)

સ્રોત

  • પુસ્તક : ચેરી બ્લોસમ્સ (પૃષ્ઠ ક્રમાંક 58)
  • સર્જક : પન્ના નાયક
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ
  • વર્ષ : 2004