kanku - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

Oh, mommy! see her forehead is bleeding! અમેરિકન બાળકની

નિર્દોષ ટકોર સાંભળી

કપાળે હાથ મૂકી દઉં છું…મારી ખુલ્લી હથેળીમાં

કંકુ જોઈ

મને મારું સૌભાગ્ય સ્પર્શી જાય છે…હમણાં મળેલાં

મને પ્રેમથી ભેટેલા

મધર ટેરેસા યાદ આવી જાય છે. આશીર્વાદ આપવા

કે

પરમાર્થ કરવા અશક્તિમાન

મારા હાથને સંતાડી રાખવા

હું મુઠ્ઠી વાળી દઉં છું

અને

મારા ભિડાયેલા નહોરથી

હથેળીનું કંકુ

રક્ત થઈ

ટપકવા માંડે છે…!

સ્રોત

  • પુસ્તક : અરસપરસ (પૃષ્ઠ ક્રમાંક 31)
  • સર્જક : પન્ના નાયક
  • પ્રકાશક : શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી મહિલા વિદ્યાપીઠ
  • વર્ષ : 1989