kanku - Free-verse | RekhtaGujarati

Oh, mommy! see her forehead is bleeding! અમેરિકન બાળકની

આ

નિર્દોષ ટકોર સાંભળી

કપાળે હાથ મૂકી દઉં છું…મારી ખુલ્લી હથેળીમાં

કંકુ જોઈ

મને મારું સૌભાગ્ય સ્પર્શી જાય છે…હમણાં જ મળેલાં

મને પ્રેમથી ભેટેલા

મધર ટેરેસા યાદ આવી જાય છે. આશીર્વાદ આપવા

કે

પરમાર્થ કરવા અશક્તિમાન

મારા હાથને સંતાડી રાખવા

હું મુઠ્ઠી વાળી દઉં છું

અને

મારા જ ભિડાયેલા નહોરથી

હથેળીનું કંકુ

રક્ત થઈ

ટપકવા માંડે છે…!

સ્રોત

  • પુસ્તક : અરસપરસ (પૃષ્ઠ ક્રમાંક 31)
  • સર્જક : પન્ના નાયક
  • પ્રકાશક : શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી મહિલા વિદ્યાપીઠ
  • વર્ષ : 1989