kalabadhirone - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કાળબધિરોને

kalabadhirone

યશવંત વાઘેલા યશવંત વાઘેલા
કાળબધિરોને
યશવંત વાઘેલા

હવે અમે ચીસ નથી

અમે પડકારના પડઘા છીએ.

હવે અમે આક્રંદ નથી

અમે આખરી આંદોલન છીએ.

હવે અમે આર્તનાદ નથી.

અમે પરિવર્તનની અનંત લહેર છીએ.

અમે

બેબુનિયાદ સંસ્કૃતિ અર્થે

માત્ર કજળાયેલાં

અગનગોળા છીએ-અગનગોળા છીએ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી દલિત કવિતા (પૃષ્ઠ ક્રમાંક 61)
  • સંપાદક : નીરવ પટેલ
  • પ્રકાશક : સાહિત્ય અકાદેમી
  • વર્ષ : 2010