wat kariye tyare - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

વાત કરીએ ત્યારે

wat kariye tyare

દિલીપ ઝવેરી દિલીપ ઝવેરી
વાત કરીએ ત્યારે
દિલીપ ઝવેરી

વાત કરીએ ત્યારે

મૌનને ઢાંક-ઉઘાડ કરતાં હોઈએ છીએ

જ્યારે વાત કરવાવાળું કોઈ હોય

અને કલાકો વીતી જાય

ત્યારે

નજર પણ નથી જતી ક્યારેક

કે

સામે ઉઘાડો પડ્યો છે ક્યારથીય

કાગળ

એને શાહીથી ઢાંકવા જતાં

હંમેશા કવિતા થાય એવું નથી

પણ

જાતને છતી કરવાનો અવસર

વાત કે મૌનથીય

ઝાઝી સહેલાઈથી કાગળ આપે છે

સ્રોત

  • પુસ્તક : કવિતા વિશે કવિતા (પૃષ્ઠ ક્રમાંક 36)
  • સર્જક : દિલીપ ઝવેરી
  • પ્રકાશક : બીજલ પ્રકાશન
  • વર્ષ : 2016