રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોએક વાર હું કાગળ ઉપર જંગલ લખું
એટલે એકે એક પાન, ઝાડ, જનાવર, કીડા, કાદવ, માટી, ટેકરીઓ,
ઝરણાં, નદી તળાવ
જ્યાં સુધી ફરી શાહીમાં બોળી
કલમથી બીજો અક્ષર ન પાડું
ત્યાં સુધી છે ત્યાંનાં ત્યાં જ રહે
મતલબ કે
ન હોય તો ન જ હોય
અને હોય તો મારે વશ
પછી હું આગ લખું તો બળી જાય.
અને પૂર લખું તો ડૂબી જાય
કાનખજૂરો લખીને કોશેટામાં બાંધું નહીં તો પતંગિયું ઊડે નહીં
પાંદડાં પછી ફરકવું લખું નહીં તો પવન વરતાય નહીં
સાગસીસમની ટોચે સમડીબાજને બેસાડું નહીં તો આકાશ દેખાય નહીં
ગુફામાં લીટા તાણતો માણસ.
તાપણાની વાડ વટાવી જાય નહીં.
રાની પશુની ચરબીમાં અંગારે ખદબદતું માંસ ચાવતો
સડતાં ફળોનો આસવ ચૂસ્યા કરે
એની આસપાસ ખિસકોલીઓ ખિલખિલાટ હસતી રહે
પગને અળસિયાં ગલગલિયાં કરતાં રહે
એનાં જટિયાંમાં જૂ સળવળતી રહે
ભેળી રાખેલી બેત્રણ બાઈયુંની બગલની બાસ એને બરક્યા કરે
જ્યાં લગી હેલિકૉપ્ટર લખી
દૂરબીન પકડાવી તમને ફેરવું નહીં
ત્યાં સુધી મેં કાગળ પર લખેલું જંગલ
જંગલ જ રહે
ek war hun kagal upar jangal lakhun
etle eke ek pan, jhaD, janawar, kiDa, kadaw, mati, tekrio,
jharnan, nadi talaw
jyan sudhi phari shahiman boli
kalamthi bijo akshar na paDun
tyan sudhi chhe tyannan tyan ja rahe
matlab ke
na hoy to na ja hoy
ane hoy to mare wash
pachhi hun aag lakhun to bali jay
ane poor lakhun to Dubi jay
kanakhjuro lakhine koshetaman bandhun nahin to patangiyun uDe nahin
pandDan pachhi pharakawun lakhun nahin to pawan wartay nahin
sagsisamni toche samDibajne besaDun nahin to akash dekhay nahin
guphaman lita tanto manas
tapnani waD watawi jay nahin
rani pashuni charbiman angare khadabadatun mans chawto
saDtan phalono aasaw chusya kare
eni asapas khiskolio khilakhilat hasti rahe
pagne alasiyan galagaliyan kartan rahe
enan jatiyanman ju salawalti rahe
bheli rakheli betran baiyunni bagalni bas ene barakya kare
jyan lagi helikauptar lakhi
durabin pakDawi tamne pherawun nahin
tyan sudhi mein kagal par lakhelun jangal
jangal ja rahe

સ્રોત
- પુસ્તક : કવિતા વિશે કવિતા (પૃષ્ઠ ક્રમાંક 8)
- સર્જક : દિલીપ ઝવેરી
- પ્રકાશક : બીજલ પ્રકાશન
- વર્ષ : 2016