kani pan yaad na rahe tyare kagal koro - Free-verse | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કંઈ પણ યાદ ન રહે ત્યારે કાગળ કોરો

kani pan yaad na rahe tyare kagal koro

દિલીપ ઝવેરી દિલીપ ઝવેરી
કંઈ પણ યાદ ન રહે ત્યારે કાગળ કોરો
દિલીપ ઝવેરી

કંઈ પણ યાદ રહે ત્યારે કાગળ કોરો

કપાવું છોલાવું પીસાવું પલળીને લચકો થવું

તોતિંગ પૈડાં હેઠળ પીલાવું

શ્વાસ લઈ શકાય એમ વીંઝાતા વાયરામાં સુકાવું

ગોળ ગોળ વીંટળાઈ વળી ફરી કપાવું

મરોડદાર અક્ષરોનાં

જતનથી ભેગાં કરેલાં સપનાં

બારીમાંથી દેખાતું વાદળ તડકેભર્યું આકાશ

એક કળીમાં સમેટી ઝીણું ગાતી ડાંખળીથી ભર્યું ભર્યું કૂંડું

એક લયનાં વિવિધ આવર્તન

આવી કોઈ કવિતા લખનારને

ક્યારેય જાણ થશે

કે કાગળ કોરો નથી રહ્યો?

કચરાપેટીમાં પડ્યાં પડ્યાં

હવે એને બધુંય સાંભરે છે.

સ્રોત

  • પુસ્તક : કવિતા વિશે કવિતા (પૃષ્ઠ ક્રમાંક 34)
  • સર્જક : દિલીપ ઝવેરી
  • પ્રકાશક : બીજલ પ્રકાશન
  • વર્ષ : 2016