taamaaraathii thai sake aetlu - Free-verse | RekhtaGujarati

તમારાથી થઈ શકે એટલું

taamaaraathii thai sake aetlu

કોન્સ્ટેન્ટાઇન પી. કાવેફી કોન્સ્ટેન્ટાઇન પી. કાવેફી
તમારાથી થઈ શકે એટલું
કોન્સ્ટેન્ટાઇન પી. કાવેફી

તમે ઇચ્છતા હો રીતે જો તમારા જીવનનું ઘડતર કરી શકો,

તો આટલું કરવાનો નિર્ધાર તો કરો જ,

તમારાથી થઈ શકે એટલું : એને ક્ષુલ્લક કરો

જગત સાથેના સંપર્કના અતિરેકથી,

પ્રવૃત્તિ અને બબડાટના અતિરેકથી.

તમારા જીવનનું સરઘસ કાઢીને એને ક્ષુલ્લક કરો,

રોજની મૂર્ખામી સાથે

દોડાદોડી કરતાં ચોમેર પ્રદર્શન કરો

ટોળાંઓમાં અને મેળાવડાઓમાં

કે થાકીને લોથ થઈ ગયેલ મહેમાન બની જાય.

(અનુ. કમલ વોરા)

સ્રોત

  • પુસ્તક : અનુજા (પૃષ્ઠ ક્રમાંક 56)
  • સંપાદક : કમલ વોરા
  • પ્રકાશક : ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર
  • વર્ષ : 2023