મેં કહ્યું
હા.
ઈંડાં ફોડી પંખીઓ બહાર આવ્યાં, પરોઢનો કેસરી સૂરજ કેવડાની ડાળે ડોકાયો, મૂળ પાસેથી
કાળી ચીકણી માટી ઊઘડતા લીલા રંગની કૂંપળનું રૂપ ધરી વૃક્ષની આ તરફ આવી પહોંચી
ને સાથોસાથ વધસ્તંભ પર ઝૂકેલા ભરાઉ ખભા વચ્ચે જાડા રાતા લોહીના રગડા
બહાર આવ્યા.
હા પાડતાં પહેલાં હું કેટલું ખમચાયો હતો.
જાણ હતી મને એ શબ્દના ભયંકર સૌન્દર્યની.
હાડકા સુધી મૂળ ઘાલીને ગૂમડું થયું હોય ને પાકે જ નહીં ને પછી પાકે ને સફેદ મોં થાય ને
સણકે ને પછી લબકારા લે ને રાતમાં એક ખાનગી પીળો સૂરજ બની ઝળહળે ને આંખને
આંજી નાખે ને ગોગલ્સ તો મળે નહીં ને અનિદ્રા ને છેક છેલ્લે ફૂટે — એ ફૂટે તે હા.
હા તો અડધી–પડધી પડાય જ નહીં.
પેલી હા–ના વાળી હા તે જુદી જ.
હું તો આખરી હાની વાત કરું છું.
ઈંડુ ફોડીને માત્ર પરુના રેલા બહાર આવ્યા
મેં કહ્યું
હા.
ને આસપાસથી ખસી ગયા લોકો
હાથ પાછા ખેંચાઈ ગયા –
દોસ્તોએ લંબાવેલા હાથ
વેરીઓએ ઉગામેલા હાથ.
બહુ મોટી કિંમતે પાડી શકાય
આ હા–નાના પ્રદેશમાં.
જ્ઞાનનાં અફાટ નગરોની હારમાળાઓનો હું મુસાફર. પ્રવાસ–કથા જ નહીં,
ત્રણ ખંડોની સંસ્કૃતિની નિવાસકથા લખવાની હોય, મારે, અત્યારે,
ત્યારે
એવું કશુંક બન્યું કે શહેરના સીમાડા પાસેનું પાટિયું વંચાયું :
આશા રાખીએ છીએ કે નડિયાદ ગામમાં આપને સુખસગવડ મળ્યાં હશે.
ફરી પધારજો.
એ પાટિયાની બીજી તરફ જઈને મેં જોયું,
મને હતું કે ત્યાં યે, હમેશ મુજબ, એવું જ લખાણ હશે,
પેલી તરફના પેરિસ ગામ વતી, જેનો સીમાડો પેલી તરફથી આવનાર માટે પૂરો થાય.
પાટિયાની બીજી બાજુ
કોરીકટ.
પાટિયાની કોરી બાજુને મેં હા પાડી છે.
આના કરતાં નાનકડી નાનકડી હાઓ પાડી હોત તો સારું થાત, એમ ક્યારેક લાગી આવે.
નાનકડી હા પાડો ને ભલા–ભોળા લોકો દોડી આવે.
‘ફરિસ્તા ફરિસ્તા’, ‘સેવિયર કમ.’ ‘બચાવો, પ્રભુ’
ને માને કે બચી જશે
પવિત્ર, ભાઈચારાભર્યું.
કુદરતનું સૌંદર્ય કેમ નથી વર્ણવતા તમારી કવિતામાં? એમ
પૂછતા હતા હા-ના તાલુકાના એક શ્રીમંત ખેડૂત.
તો સાંભળો –
મેં હા પાડી છે – હિપોપોટેમસના ઝબકોળાવાથી કલહાસ્ય કરી ઊઠેલી નદીને, ને એ નદીની
ઉત્તરે બરફના પહાડમાં બેસતા હૂંફાળા ઉનાળાને.
હવે જે પૂર આવશે અત્રેના તાલુકાનાં ગામોને ધોઈ નાખતું,
એ પૂરની આડે કોઈ હાથ નહીં દઈ શકે.
ખોરડામાં ઝડપી આગ લાગે ને માણસો ભાગી છૂટે ને ગમાણમાં ખીલે બાંધેલાં જાનવર
સાંકળને ખેંચાખેંચ કરે ને ઝાળ નજીક ને નજીક આવતી જાય ને તાપ વધતો જાય ને તેજ
વધતું જાય ને આંખો મીંચાઈ જાય ત્યારે તંગ મીંચેલી આંખો સામે દેખાઈને જે કુદરત કહે
કે, ‘હા પાડ, જનાવર હા પાડ’,
એને મેં હા પાડી છે.
પછી એકાન્ત જોઈને ઈંડાં ફોડીને કોણ કોણ બહાર આવ્યું?
ચકોરનાં બચ્ચાં ને સમડીનાં બચ્ચાં.
પોયણાને ને કમળને બન્નેને ખીલવાની તમે એક જ હા કહો ત્ચારે
તમારા આકાશમાં કયો સમય હોવો જોઈએ, એ જાણો છો?
હા એ તો બોલનારનો છેલ્લોવેલ્લો શબ્દોચ્ચાર. હા પાડ્યા પછી માત્ર
મૌન.
(૧૯૭૫)
mein kahyun
ha
inDan phoDi pankhio bahar awyan, paroDhno kesari suraj kewDani Dale Dokayo, mool pasethi
kali chikni mati ughaDta lila rangni kumpalanun roop dhari wrikshni aa taraph aawi pahonchi
ne sathosath wadhastambh par jhukela bharau khabha wachche jaDa rata lohina ragDa
bahar aawya
ha paDtan pahelan hun ketalun khamchayo hato
jaan hati mane e shabdna bhayankar saundaryni
haDka sudhi mool ghaline gumaDun thayun hoy ne pake ja nahin ne pachhi pake ne saphed mon thay ne
sanke ne pachhi labkara le ne ratman ek khanagi pilo suraj bani jhalahle ne ankhne
anji nakhe ne gogals to male nahin ne anidra ne chhek chhelle phute — e phute te ha
ha to aDdhi–paDdhi paDay ja nahin
peli ha–na wali ha te judi ja
hun to akhri hani wat karun chhun
inDu phoDine matr paruna rela bahar aawya
mein kahyun
ha
ne aspasthi khasi gaya loko
hath pachha khenchai gaya –
dostoe lambawela hath
werioe ugamela hath
bahu moti kinmte paDi shakay
a ha–nana prdeshman
gyannan aphat nagroni harmalaono hun musaphar prawas–katha ja nahin,
tran khanDoni sanskritini niwasaktha lakhwani hoy, mare, atyare,
tyare
ewun kashunk banyun ke shaherna simaDa pasenun patiyun wanchayun ha
asha rakhiye chhiye ke naDiyad gamman aapne sukhasagwaD malyan hashe
phari padharjo
e patiyani biji taraph jaine mein joyun,
mane hatun ke tyan ye, hamesh mujab, ewun ja lakhan hashe,
peli taraphna peris gam wati, jeno simaDo peli taraphthi awnar mate puro thay
patiyani biji baju
korikat
patiyani kori bajune mein ha paDi chhe
ana kartan nanakDi nanakDi hao paDi hot to sarun that, em kyarek lagi aawe
nanakDi ha paDo ne bhala–bhola loko doDi aawe
‘pharista pharista’, ‘sewiyar kam ’ ‘bachawo, prabhu’
ne mane ke bachi jashe
pawitra, bhaicharabharyun
kudaratanun saundarya kem nathi warnawta tamari kawitaman? em
puchhta hata ha na talukana ek shrimant kheDut
to sambhlo –
mein ha paDi chhe – hipopotemasna jhabkolawathi kalhasya kari utheli nadine, ne e nadini
uttre baraphna pahaDman besta humphala unalane
hwe je poor awshe atrena talukanan gamone dhoi nakhatun,
e purni aaDe koi hath nahin dai shake
khorDaman jhaDpi aag lage ne manso bhagi chhute ne gamanman khile bandhelan janwar
sankalne khenchakhench kare ne jhaal najik ne najik awati jay ne tap wadhto jay ne tej
wadhatun jay ne ankho minchai jay tyare tang mincheli ankho same dekhaine je kudrat kahe
ke, ‘ha paD, janawar ha paD’,
ene mein ha paDi chhe
pachhi ekant joine inDan phoDine kon kon bahar awyun?
chakornan bachchan ne samDinan bachchan
poynane ne kamalne bannene khilwani tame ek ja ha kaho tchare
tamara akashman kayo samay howo joie, e jano chho?
ha e to bolnarno chhellowello shabdochchar ha paDya pachhi matr
maun
(1975)

સ્રોત
- પુસ્તક : જટાયુ (પૃષ્ઠ ક્રમાંક 73)
- સર્જક : સિતાંશુ યશશ્ચન્દ્ર
- પ્રકાશક : આર. આર. શેઠની કંપની
- વર્ષ : 2009