રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોઆમેય જાણે હું અર્ધી જ જિંદગી જીવી છું!
નિશાળમાં પતંગિયાં પકડતાં પકડતાં
પોરબંદરના દરિયાનાં બિલોરી પાણીને ખોબામાં
જકડી રાખવાની જીદ કરતાં કરતાં
શૈશવ તો ક્યારે પડી ગયું મોતીની જેમ દરિયામાં
તેની ખબર ન રહી!
મા કહેતી ગઈ
કે હવે સાંજે મોડું નહિ આવવાનું
આમ ન કરવું, તેમ ન બોલવું, ન ઊભા રહેવું
નકાર પર ધ્યાન રાખવામાં ને રાખવામાં હું મોટી થઈ ગઈ
પે’લ્લી વાર તેં આવીને કહ્યું કે હવે તું સમજુ થઈ ગઈ
અને મેં પણ માની લીધું કે હું સમજુ થઈ ગઈ!
પછી તો તેં
જૂહુના વિશાળ પટ પર દોડી આવતાં મોજાંઓની પ્રેમકથા કહી!
પોરબંદર ને મુંબઈ
કથાના પૂર્વાર્ધ અને ઉત્તરાર્ધ એક જ સરખા!
એક જ સરખી રૅશનિંગની કતારો
હવે અડધી જિંદગી અહીં ઊભી રહીશ.
થાય છે કે હું રોજ તૂટકછૂટક જીવું છું
દોરાના ટુકડા ટુકડા સાંધી સાંધીને સીવું છું
એકાદ દોરો તું પરોવી આપે છે
હવે એકાદ દોરો પિન્કુ પરોવી આપે છે.
પિન્કુ સ્કૂલે જાય છે
તું કૉલેજે જાય છે
હુંયે કેવી સ્કૂલે જતી...
ક્યારેક હઠીલું મન સ્કૂલના ઓટલા પરથી ખસતું જ નથી
કેટલી બધી ચણોઠીઓ, કેટલા બધા પાંચીકા
કેટલી બધી વાર્તાઓનાં ઊડતાં પાનાં જેવાં
સુદામાચોકનાં પારેવાં...
– ને નાની હતી ત્યારે ક્લાસમાં જ બેઠાં બેઠાં
વર ને ઘરના વિચારમાં કેટલા બધા પિરિયડ...
મેં બન્ક કરી દીધેલા!
aamey jane hun ardhi ja jindgi jiwi chhun!
nishalman patangiyan pakaDtan pakaDtan
porbandarna dariyanan bilori panine khobaman
jakDi rakhwani jeed kartan kartan
shaishaw to kyare paDi gayun motini jem dariyaman
teni khabar na rahi!
ma kaheti gai
ke hwe sanje moDun nahi awwanun
am na karawun, tem na bolawun, na ubha rahewun
nakar par dhyan rakhwaman ne rakhwaman hun moti thai gai
pe’lli war ten awine kahyun ke hwe tun samaju thai gai
ane mein pan mani lidhun ke hun samaju thai gai!
pachhi to ten
juhuna wishal pat par doDi awtan mojanoni premaktha kahi!
porbandar ne mumbi
kathana purwardh ane uttarardh ek ja sarkha!
ek ja sarkhi reshningni kataro
hwe aDdhi jindgi ahin ubhi rahish
thay chhe ke hun roj tutakchhutak jiwun chhun
dorana tukDa tukDa sandhi sandhine siwun chhun
ekad doro tun parowi aape chhe
hwe ekad doro pinku parowi aape chhe
pinku skule jay chhe
tun kauleje jay chhe
hunye kewi skule jati
kyarek hathilun man skulna otla parthi khasatun ja nathi
ketli badhi chanothio, ketla badha panchika
ketli badhi wartaonan uDtan panan jewan
sudamachoknan parewan
– ne nani hati tyare klasman ja bethan bethan
war ne gharna wicharman ketla badha piriyaD
mein bank kari didhela!

સ્રોત
- પુસ્તક : અદ્યતન કાવ્ય સંચય (પૃષ્ઠ ક્રમાંક 62)
- સંપાદક : ચંદ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, શ્રદ્ધા ત્રિવેદી
- પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
- વર્ષ : 1998