જીવલેણ માંદગી ભોગવતી એક સ્ત્રી માટે
Jivalen Mandagi Bhogvati Ek Strtee Mate
અલિઝાબેથ જેનિંગ્ઝ
Elizabeth Jennings
જીવલેણ માંદગી ભોગવતી એક સ્ત્રી માટે
Jivalen Mandagi Bhogvati Ek Strtee Mate
અલિઝાબેથ જેનિંગ્ઝ
Elizabeth Jennings
અલિઝાબેથ જેનિંગ્ઝ
Elizabeth Jennings
ચુકાદો અપાઈ ચૂક્યો છે ને તું અવાક્ પડી રહી છે
આશાથી, ધિક્કારથી, વેરથી, ખુદ જાત માટેની દયાથી પણ પર.
તોફાઓ તું ગદ્ગદ્ સ્વીકારે છે – ફૂલો, ફળો –
બેચેન અદાથી ધરાયેલાં, હવે જ્યારે તારા મુલાકાતીઓ પણ
પામી ગયાં છે કે ગણતરીના મહિનામાં તારે મરવાનું જ છે,
તેઓ હવે મૂઢ છે, હાવભાવ પૂરતાં જ પ્રકટ,
તારા સમાચાર પાસે નાઇલાજ, કદાચ તને
ધિક્કારતાં, કારણ કે તું જ એમની અસ્વસ્થતાનું નિમિત્ત છે.
મારે કામચલાઉ ખૂણેથી જોયા કરતી હું પણ
નિઃસહાયતા અનુભવું છું… અને કંઈક ધડાકો થાય એમ ઇચ્છું છું –
માત્ર સહાનુભૂતિ પૂરતું જ ઇચ્છું છું કે કેમ, હું ચોક્કસ નથી –
૫ણ આ ભયંકર ભારણને ભાંગવા પૂરતો કાંઈ કરતાં કૈં પણ ધડાકો.
આટલી ચૂપકીદીથી આવવાનો મોતને કોઈ અધિકાર નથી.
(અનુ. જગદીશ જોષી)
સ્રોત
- પુસ્તક : કવિતા : ડિસેમ્બર, 1977 (પૃષ્ઠ ક્રમાંક 11)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
