trne kalnan malkhan - Free-verse | RekhtaGujarati

ત્રણે કાળનાં માળખાં

trne kalnan malkhan

મણિલાલ દેસાઈ મણિલાલ દેસાઈ
ત્રણે કાળનાં માળખાં
મણિલાલ દેસાઈ

ત્રણે કાળનાં માળખાં

હડપ્પા અને હમ્પીના ખંડેર જેવાં

ઇતિહાસનાં પાનાંઓમાં

આંગળાં ફંફોળતાં ફંફોળતાં ઠરી ગયાં હતાં.

પૃથ્વીની ઉત્પત્તિ વખતે

ચારેગમ દોડતા લાવારસ

કાદવમાં પડી રહેલા પાડાની ચામડી પર

જળો થઈ વળગી ગયો હતો.

કિલિમાન્જારોનુ શિખર

એકાએક ફાટ્યું,

વહેતી નદીનું પાણી ડામર જેવું ઘટ્ટ થયું...

ત્યારે

સમય મરી ગયો હતો.

રસપ્રદ તથ્યો

કિલીમંજારો ટાંઝાનિયાના પ્રદેશમાં સ્થિત હાલ એક નિષ્ક્રિય જ્વાળામુખી ધરાવતો હિમ શિખર વિસ્તાર છે. તેમાં ત્રણ જ્વાળામુખી શંકુ સ્થાન છે: કિબો, માવેન્ઝી અને શિરા. આફ્રિકા અને પૂર્વ ગોળાર્ધમાં આવેલ આ સૌથી ઊંચો જ્વાળામુખી છે. કવિતામાં આ જ્વાળામુખી ફાટ્યો હતો એનો સંદર્ભ છે.

સ્રોત

  • પુસ્તક : રાનેરી (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સર્જક : મણિલાલ દેસાઈ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 1987
  • આવૃત્તિ : 2