તમારાથી થઈ શકે એટલું
taamaaraathii thai sake aetlu
કોન્સ્ટેન્ટાઇન પી. કાવેફી
Constantine P. Cavafy

તમે ઇચ્છતા હો એ રીતે જો તમારા જીવનનું ઘડતર ન કરી શકો,
તો આટલું કરવાનો નિર્ધાર તો કરો જ,
તમારાથી થઈ શકે એટલું : એને ક્ષુલ્લક ન કરો
જગત સાથેના સંપર્કના અતિરેકથી,
પ્રવૃત્તિ અને બબડાટના અતિરેકથી.
તમારા જીવનનું સરઘસ કાઢીને એને ક્ષુલ્લક ન કરો,
રોજની મૂર્ખામી સાથે
દોડાદોડી કરતાં ચોમેર પ્રદર્શન ન કરો
ટોળાંઓમાં અને મેળાવડાઓમાં
કે એ થાકીને લોથ થઈ ગયેલ મહેમાન બની જાય.
(અનુ. કમલ વોરા)



સ્રોત
- પુસ્તક : અનુજા (પૃષ્ઠ ક્રમાંક 56)
- સંપાદક : કમલ વોરા
- પ્રકાશક : ક્ષિતિજ સંશોધન પ્રકાશન કેન્દ્ર
- વર્ષ : 2023