હતાશામાં એક વ્યક્તિ બેઠી હતી
hataashaamaan ek vyakti bethii hatii

હતાશામાં એક વ્યક્તિ બેઠી હતી
hataashaamaan ek vyakti bethii hatii
વિનોદ કુમાર શુક્લ
Vinod Kumar Shukla

હતાશામાં એક વ્યક્તિ બેઠી હતી
એ વ્યક્તિને હું જાણતો નહોતો
હતાશાને જાણતો હતો
એટલા માટે હું એની પાસે ગયો
મેં હાથ લંબાવ્યો
મારો હાથ પકડીને એ ઊભો થયો
મને તે જાણતો નહોતો
મારા લંબાવેલા હાથને જાણતો હતો
અમે બંને સાથે ચાલ્યા
બંને એકબીજાને જાણતા નહોતા
સાથે ચાલવાનું જાણતા હતા.
(અનુ. રાજેશ પંડ્યા)



સ્રોત
- પુસ્તક : પરબ : ૧૦ મે, ૨૦૨૫ (પૃષ્ઠ ક્રમાંક 16)
- સંપાદક : કિરીટ દૂધાત
- પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ