રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોટોળાઈને ઊડી આવતા
પશ્ચિમી આકાશનો છેલ્લો કલરવ
ગામ તરફ ફંટાય...
કાંધ ઉપર તોળાઈ રહેલ દિવસ ભરનો થાક
ગાલ્લું થઈ અળગો થઈ જશે આંગણમાં.
વાદળોના ઢગ જેવી ટેકરીઓના ઢોળાવ પરથી
સોનેરી કિરણોનું ધણ લઈ
હું નીચે ઊતરું ધીમે... ધીમે...
સામે મોંઢામાં અંગૂઠો નાતી એકલા
ઘર તરફ ચાલ્યા આવતા
ખેડૂત-બાળ જેવો અંધકાર દૂર દૂરથી
રમતો રમતો ચાલ્યો આવે
વાડના થોર સાથે અડપલાં લેતી દેવચકલીનાં પીંછા રગે,
થડ ઉપર ચડતી કીડી-મંકોડી જેમ
વૃક્ષોને પાંદડે પાંદડે ફરી વળી ચરી વળે લીલો રંગ...
વળાંક લેતી કેડીઓ કનેથી
ઝૂંટવી લે નમણા વળાંક...
ને ખેતરના કૂવામાં કોસ થઈને લટકી રહે
સુઘરીના માળાની જેમ રાતભર,
આવળના પીળા ફૂલમાં પોતાનાં શમણાં સંતાડી
અંધારાની ધૂળ ઊડાડી ચાલ્યો ગયેલો સૂરજ
હવે ઘુવડ થઈને ફરવા નીકળશે... વગડે, વને
કે કદાચ મારા પગરવથી... ઝાંખરાંમાં ક્યાંક શ્વાસ લેતું
ભૂખરી ઝાંયવાળું મૌન
લાંબા કાન લઈને છટકી જશે
ને મૂકી જશે શેષ મારી આસપાસનું રિક્ત એકાંત.
હું, ચીલે ચીલે ધૂળ થઈ પડેલાં પગલાંમાં
વગડાની ઝાંખી લિપિ ઉકેલતો
હવે અંધારાના ધણ વચ્ચે
ચાલ્યો જાઉં છું
મારા ગામ તરફ.
tolaine uDi aawta
pashchimi akashno chhello kalraw
gam taraph phantay
kandh upar tolai rahel diwas bharno thak
gallun thai algo thai jashe anganman
wadlona Dhag jewi tekriona Dholaw parthi
soneri kirnonun dhan lai
hun niche utarun dhime dhime
same monDhaman angutho nati ekla
ghar taraph chalya aawta
kheDut baal jewo andhkar door durthi
ramto ramto chalyo aawe
waDna thor sathe aDaplan leti dewachaklinan pinchha rage,
thaD upar chaDti kiDi mankoDi jem
wrikshone pandDe pandDe phari wali chari wale lilo rang
walank leti keDio kanethi
jhuntwi le namna walank
ne khetarna kuwaman kos thaine latki rahe
sughrina malani jem ratbhar,
awalna pila phulman potanan shamnan santaDi
andharani dhool uDaDi chalyo gayelo suraj
hwe ghuwaD thaine pharwa nikalshe wagDe, wane
ke kadach mara pagarawthi jhankhranman kyank shwas letun
bhukhari jhanywalun maun
lamba kan laine chhatki jashe
ne muki jashe shesh mari aspasanun rikt ekant
hun, chile chile dhool thai paDelan paglanman
wagDani jhankhi lipi ukelto
hwe andharana dhan wachche
chalyo jaun chhun
mara gam taraph

સ્રોત
- પુસ્તક : – અને ભૌમિતિકા (પૃષ્ઠ ક્રમાંક 16)
- સર્જક : ભીખુ કપોડિયા
- પ્રકાશક : ચંદ્રમૌલિ પ્રકાશન
- વર્ષ : 1988